Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ભાજપના પ્રચારની રીત તો જુઓ, રોબોટને કેસરિયો પહેરાવી ઉતાર્યો મેદાનમાં

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી(Gujarat Assembly Election 2022)નો ઢોલ વાગ્યા બાદ ચોતરફ પ્રચાર પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે.  ભાજપનો ચૂંટણી પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે. પાર્ટીએ પોતાના તમામ સ્ટાર પ્રચારકોને મેદાનમાં ઉતાર્યા છે. પ્રચાર માટે સભાઓ, રેલીઓ, ભાષણો, અને બેનર્સનો ઉપયોગ દરેક વખતે થતો જોવા મળે છે, પરંતુ આ વખતે ભાજપના પ્રચારમાં અલગ જ અંદાજ જોવા મળ્યો છે. ભાજપના અનોખા પ્રચારનો એક રસપ્રદ વીડિયો અને કેટ
ભાજપના પ્રચારની રીત તો જુઓ  રોબોટને કેસરિયો પહેરાવી ઉતાર્યો મેદાનમાં
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી(Gujarat Assembly Election 2022)નો ઢોલ વાગ્યા બાદ ચોતરફ પ્રચાર પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે.  ભાજપનો ચૂંટણી પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે. પાર્ટીએ પોતાના તમામ સ્ટાર પ્રચારકોને મેદાનમાં ઉતાર્યા છે. પ્રચાર માટે સભાઓ, રેલીઓ, ભાષણો, અને બેનર્સનો ઉપયોગ દરેક વખતે થતો જોવા મળે છે, પરંતુ આ વખતે ભાજપના પ્રચારમાં અલગ જ અંદાજ જોવા મળ્યો છે. 
ભાજપના અનોખા પ્રચારનો એક રસપ્રદ વીડિયો અને કેટલીક તસવીર સામે આવી છે.  રોબોટ ભગવો ધારણ કરી બીજેપીના પ્રચાર માટે ફરતો જોવા મળે છે. આ રોબોટ ભાજપના સમર્થનમાં મતદાન કરવા માટે પેમ્ફલેટ વહેંચી રહ્યો છે. એએનઆઈ અનુસાર રોબોટ નિર્માતા હર્ષિત પટેલે તેની ડિઝાઇન તૈયાર કરી છે. હર્ષિત પટેલે કહ્યું કે અમે તેનો ઉપયોગ ડોર-ટુ-ડોર પ્રચાર માટે અને એસેમ્બલીના કામ માટે પણ કરીએ છીએ. અમે ઉમેદવારોના પ્રચાર માટે પ્રી-રેકોર્ડ કરેલા સ્લોગન સાથે સ્પીકર પણ જોડ્યા છે. 

આ અંગે નડિયાદના ભાજપ ધારાસભ્ય પકંજ દેસાઈએ જણાવ્યું કે, હર્ષિત પટેલ, મલ્ટી-ઝોન આઇટી સેલના વડાએ આ રોબોટ બનાવ્યો છે, તે અમારા માટે પ્રચાર કરશે. અમારી પાર્ટી અને સ્પીકર્સ દ્વારા કરવામાં આવેલ કામ બતાવવા માટે તેની સાથે સ્ક્રીન પણ જોડવામાં આવી છે. લોકોને આ ગમ્યું છે અને જાહેર સભાઓ માટે ઉભરી આવ્યા છે.

ગુજરાતની ચૂંટણી માટે ભાજપે પ્રચારને વેગ આપ્યો છે. મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે કચ્છમાં રેલીને સંબોધી હતી. શિવરાજ સિંહે કહ્યું, નરેન્દ્ર મોદી ઈચ્છા વૃક્ષ છે, તમે જે ઈચ્છો તે મેળવી શકો છો. કેજરીવાલ બાવળનું ઝાડ છે, કાંટા જ મળશે. રાહુલ ગાંધી એક નીંદણ છે, જે પાકનો નાશ કરશે. કોંગ્રેસ, AAP દેશમાંથી સંતોષ અને શાંતિ દૂર કરશે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.